પદ્મા થુમો કહે છે, “યાકની વસ્તી ઘટી રહી છે.” 30 વર્ષ કરતાં વધુ સમયથી યાકના પાલક એવાં પદ્મા ઉમેરે છે, “આજકાલ નીચલા ઉચ્ચપ્રદેશમાં [લગભગ 3,000 મીટર સુધી] બહુ ઓછાં યાક જોવા મળે છે.”
પદ્મા ઝાંસ્કર બ્લોકના અબ્રાન ગામનાં છે અને લદ્દાખના ઊંચા અને ઠંડા પર્વતોમાં દર વર્ષે આશરે 120 પશુઓ સાથે તેઓ મુસાફરી કરે છે જ્યાં તાપમાન માઈનસ 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે.
યાક (બોસ ગ્રુનીઅન્સ) આ ઠંડા તાપમાનમાં તો સરળતાથી રહે છે પરંતુ 13 ડિગ્રી સેલ્સિયસથી ઉપર તાપમાન જાય એટલે તેમના માટે રહેવું મુશ્કેલ થઈ જાય છે.
સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં, ઝાંસ્કર ખીણના નીચલા પઠારોમાં ઉનાળાનું સરેરાશ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસથી વધીને છેક 32 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જવા લાગ્યું છે. ખીણમાં ડ્રાઇવર તરીકે કામ કરતા તેનઝિન એન. કહે છે, “શિયાળા અને ઉનાળાની ઋતુમાં તાપમાનમાં મોટો તફાવત જોવા મળે છે.”
આ અસામાન્ય ગરમીએ યાકની વસ્તીને અસર કરી છે, 2012થી 2019ની વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં જેની સંખ્યા ઘટીને અડધી ( 20મી પશુધન વસ્તી ગણતરી ) થઈ ગઈ છે.

લદ્દાખના કારગિલ જિલ્લાના અબ્રાન ગામમાં પદ્મા થુમો 30 વર્ષ કરતાં વધુ સમયથી યાક ચરાવે છે
ચાંગથાંગ પઠારમાં જ્યાં મોટી સંખ્યામાં યાક પશુપાલકો છે, તેનાથી વિપરીત ઝાંસ્કર ખીણમાં પ્રમાણમાં ઓછા લોકો યાકનો ઉછેર કરે છે. ઝાંસ્કરપા તરીકે ઓળખાતા તે લોકોની સંખ્યા પણ સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ઘટી છે. લદ્દાખના કારગિલ જિલ્લાના અબ્રાન, અક્ષો અને ચાહ ગામોના માત્ર થોડા જ પરિવારો હજુ પણ યાકનો ઉછેર કરે છે.
નોર્ફેલ પહેલાં એક પશુપાલક હતા, પરંતુ તેમણે 2017માં તેમના યાક વેચી દઈને અબ્રાન ગામમાં એક સિઝનેબલ દુકાન ખોલી. તેમની દુકાન મે થી ઓક્ટોબર સુધી ખુલ્લી રહે છે અને ચા, બિસ્કીટ, પેકેજ્ડ ખોરાક, કેરોસીન, વાસણો, મસાલા, રસોઈનું તેલ, સૂકું માંસ વગેરે જેવી વસ્તુઓ વેચે છે. તેઓ યાદ કરે છે કે એક પશુપાલક તરીકે આ કામ કરવું કંટાળાજનક પણ હતું, અને તેમાં નફો નહોતો. “પહેલાં મારી પાસે યાક પણ હતા, પણ હવે મારી પાસે ગાયો છે. મારી મોટાભાગની કમાણી મારી સિઝનેબલ દુકાનમાંથી થાય છે, કેટલીકવાર એક મહિનામાં 3,000-4,000 રૂપિયાની પણ કમાણી થાય છે, તેમ છતાં તે યાક ઉછેરવાથી થતી કમાણી કરતાં તો વધારે જ છે.”
અબ્રાનના સોનમ મોટુપ અને ત્સેરિંગ અંગમો થોડા દાયકાઓથી યાકનો ઉછેર કરે છે. હાલ તેમની પાસે 120 યાક છે. ત્સેરિંગ કહે છે, “દર વર્ષે ઉનાળા [મે-ઓક્ટોબર] દરમિયાન, અમે ખીણના ઉપરના ભાગમાં જ્યાં ઠંડી હોય છે ત્યાં સ્થળાંતર કરીએ છીએ અને ચારથી પાંચ મહિના સુધી ડોકસામાં રહીએ છીએ”
ડોકસા એ ઘણા ઓરડાઓ સાથેની વસાહત છે અને કેટલીકવાર ઉનાળા દરમિયાન સ્થળાંતર કરતા પરિવારો માટે તેમાં રસોડાની પણ સગવડ હોય છે. તે ગોઠ અને મણી તરીકે પણ ઓળખાય છે, અને તે કાદવ અને પથ્થરો જેવી પ્રાપ્ય સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. ગામના પશુપાલકો સામાન્ય રીતે તેમના પશુઓના ટોળાની સાથે રહેવા માટે પરિવારના સભ્યો સાથે ડોકસામાં રહે છે. સોનમ કહે છે, “હું પશુઓને ચરાવું છું અને તેમની સંભાળ રાખું છું. અહીં જીવન વ્યસ્ત છે.”
આ મહિનાઓ દરમિયાન, સોનમ અને ત્સેરિંગનો દિવસ સવારે 3 વાગ્યે ચુરપી (સ્થાનિક ચીઝ) બનાવીને શરૂ થાય છે, જેને તેઓ વેચે છે. 69 વર્ષીય સોનમ કહે છે, “સૂર્યોદય પછી, અમે ટોળાને ચરાવવા લઈ જઈએ છીએ અને પછી બપોરે આરામ કરીએ છીએ.”


ડાબેઃ સોનમ મોટુપ બપોરે ફુરસદના સમય દરમિયાન તે મ ના ડોકસામાં યાકના ઊન થી વણાટ કરે છે. જમણેઃ સોનમ અને ત્સેરિંગના લગ્નને 40 વર્ષથી વધુ સમય થઈ ગયો છે


ત્સેરિંગ અંગમો (ડાબે) તે મ ના ડોકસાના રસોડામાં છે, જ્યારે તે મ ના પતિ સોનમ એક દિવસ પહે લાં એકત્રિત કરેલું દૂધ બનાવે છે. તે ઓ આ પ્રક્રિયાને કંટાળાજનક ગણાવે છે.
ત્સેરિંગ કહે છે, “અહીં [ઝાંસ્કર ખીણ]ના પશુપાલકો મોટાભાગે માદા ઝોમસ પર નિર્ભર છે.” નર ઝો અને માદા ઝોમોસ એક જાતિ છે જે યાક અને કોટ્સ વચ્ચે સંકર કરેલી છે; ઝો વાંઝ હોય છે. 65 વર્ષીય ત્સેરિંગ ઉમેરે છે, “અમે અહીં નર યાકને માત્ર સંવર્ધનના હેતુઓ માટે જ રાખીએ છીએ. અમે ઝોમોસમાંથી દૂધ મેળવીએ છીએ અને તેમાંથી ઘી અને ચુરપી બનાવીએ છીએ.”
આ દંપતીનું કહેવું છે કે તેમની આવક છેલ્લા દાયકામાં જેટલી હતી તેમાંથી ઘટીને ત્રીજા ભાગ જેટલી થઈ ગઈ છે. તેમની જેમ ઘણાંને પણ આ કામ પર નિર્ભર રહીને ગુજારો કરવામાં મુશ્કેલી પડી રહી છે. જ્યારે પારી ઓગસ્ટ 2023માં તેમને મળ્યા ત્યારે પશુપાલકો શિયાળાના મહિનાઓમાં પૂરતો ચારો મળવાની ચિંતા કરતા હતા. ઘાસચારાનો પુરવઠો પૂરતા પાણી પર આધાર રાખે છે, પરંતુ લદ્દાખમાં હિમવર્ષામાં ઘટાડો અને હિમનદીઓ ઘટવાથી ખેતીને ફટકો પડ્યો છે − જે આ ઊંચાઈવાળા ઢાળઢોળાવવાળા વિસ્તારમાં પાણીનો એકમાત્ર સ્રોત છે.
જો કે અબ્રાન ગામને હજુ સુધી આનાથી કોઈ અસર નથી થઈ, તેમ છતાં સોનમ ચિંતિત છે: “હું વિચારતો રહું છું કે જો આબોહવા બદલાશે અને પીવા માટે પૂરતું પાણી નહીં રહે અથવા મારા પશુઓને ખવડાવવા માટે ઘાસ નહીં રહે તો શું થશે.”
સોનમ અને ત્સેરિંગને પાંચ બાળકો છે, જે બધાં 20થી 30 વર્ષની વય વચ્ચેનાં છે, અને તેમાંથી કોઈએ તેમનું આ કામ આગળ વધારવાની તસ્દી લીધી નથી, તે બધાંએ દૈનિક વેતનની નોકરી કરવાનું પસંદ કર્યું છે.
સોનમ કહે છે, “યુવા પેઢી આ પરંપરાગત વ્યવસાયને ચાલુ રાખવાને બદલે શહેરી વિસ્તારોમાં સ્થાયી થવા તરફ આકર્ષાય છે; તેમાંના મોટાભાગના લોકો બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન માટે ડ્રાઇવર અને મજૂર તરીકે કામ કરવા માંગે છે.”
પદ્મા થુમો આ વાત સાથે સંમત થાય છે. “આ [યાક ચરાવવાનું] હવે ટકાઉ વ્યવસાય નથી.”

ચાંગથાંગ પઠારમાં જ્યાં મોટી સંખ્યામાં યાક પશુપાલકો છે, તેનાથી વિપરીત ઝાંસ્કર ખીણમાં પ્રમાણમાં ઓછા લોકો યાકનો ઉછેર કરે છે

જ્યારે તેઓ ઉનાળામાં ખીણમાં સ્થળાંતર કરે છે ત્યારે પશુપાલકો ડોકસામાં રહે છે. તે ગોઠ અને મણી તરીકે પણ ઓળખાય છે, અને તે કાદવ અને પથ્થરો જેવી પ્રાપ્ય સામગ્રીમાંથી બનાવવામાં આવે છે

અબ્રાન ગામ ના 69 વર્ષીય સોનમ મોટુપ છેલ્લા કેટલાક દાયકાઓથી આશરે 120 યાકની સંભાળ રાખી ર હ્યા છે

સોનમ મોટુપ તેમના પશુધનને ચરાઈની જમીનની શોધમાં એક ઊંચા ચઢાણમાંથી લઈ જાય છે

ઊંચા ઈ પર ઘાસના મેદાન પર ચરતા યાક અને ઝોમો વાછરડાઓ

સ્થાનિકો કહે છે કે અસામાન્ય રીતે ગરમ ઉનાળા સાથે સાથે તાપમાનમાં પણ મોટો તફાવત જોવા મળે છે. આનાથી યાકની વસ્તીને અસર થઈ છે જે છેલ્લા દસ વર્ષમાં અડધી થઈ ગઈ છે

યાક ઉછેરતાં તાશી ડોલમા, તે મ ના પુત્ર અને ભત્રીજી સાથે, જે લેહ જિલ્લાના ચુમાથાંગમાં અભ્યાસ કરે છે

તાશી ડોલમા ઘેટાંના ટોળાંથી ઘેરાયે લાં છે જે તે મ ના પરિવાર ની માલિકીનાં છે

યાકનું છાણ ઝાંસ્કરમાં લોકો માટે બળતણનો એક નોંધપાત્ર સ્રોત છે કારણ કે તેનો ઉપયોગ શિયાળાના મહિનાઓમાં રસોઈ માટે થાય છે

યાકનું છાણ એકત્ર કરીને પરત ફરી ર હેલા ત્સેરિંગ આંગમો

અહીં ના પશુપાલકો મોટાભાગે માદા ઝો મો પર નિર્ભર છે. જે યાક અને કોટ્સ વચ્ચે સંકર કરેલી છે. એક ઝોમોને દિવસમાં બે વાર દોહવામાં આવે છે − સવારે અને સાંજે. દૂધનો ઉપયોગ ઘી અને ચુરપી (એક સ્થાનિક ચીઝ) બનાવવા માટે થાય છે

યાક અને ઝોમોને દોહવા જતાં પહેલાં પશુપાલકો બપોરે થોડો વિરામ લે છે

તાજા દૂધને ઉકાળીને ચુરપી બનાવવામાં આ વી રહી છે, જે આથો લાવેલા યાકના દૂધમાંથી બનાવેલ સ્થાનિક ચીઝ છે

સ્ત્રીઓ ઘી અને ચુરપી બનાવવા માટે દૂધ ને વલોવે છે, જે ને પછી તેઓ વેચે છે

પશુપાલકો શિયાળા દરમિયાન તેમના પશુધન સાથે તેમના ગામડાઓમાં પાછા ફરે છે. પરિવાર નાની ટ્રકમાં સૂકા યાકના છાણ ભરીને તેને પાછું લ ઈ જાય છે અને શિયાળામાં તેનો ઉપયોગ કરે છે
![Padma Thumo says the population of yaks in the Zanskar valley is decreasing: 'very few yaks can be seen in the lower plateau [around 3,000 metres] nowadays'](/media/images/20-DSC_7814-RM-Zanskars_yak_herders_are_fe.max-1400x1120.jpg)
પદ્મા
થુમો કહે છે કે ઝાંસ્કર ખીણમાં યાકની વસ્તી ઘટી રહી છેઃ ‘આજકાલ નીચલા
પઠારમાં
[લગભગ 3,000 મીટર
સુધી
] બહુ ઓછા યાક જોવા મળે છે’
અનુવાદક: ફૈઝ મોહંમદ